Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી-પારડી : યુવકે ભાડુઆત સાથે ઝઘડો કરી એરગન વડે ફાયરીંગ કર્યું

  • December 20, 2022 

વલસાડ જિલ્લાના પારડીના ટુકવાડામાં ચાલીમાં રહેતી જુહીને મળવા વાપીના ચલા ખાતે ચાલીમાં રહેતો કુંદન શાહ રવિવારે આવ્યો હતો. રૂમ બંધ હોવાથી કુંદને એક રહીશને રૂમ કેમ બંધ છે. એમ પુછતા શખ્સે તમે કોણ છો અને જુહીનુ શું કામ છે. તે કહેતા ઝઘડો કરી એરગનથી ફાયરિંગ કરતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.


લોકોએ કુંદનને પકડી પાડી પોલીસને હવાલે કયોઁ હતો. પોલીસે કુંદનની ધરપકડ કરી ગુનો દાખલ કયોઁ હતો. રાત્રિના પોણા બાર વાગ્યે મોહનભાઈની ચાલીમાં રહેતી જુહીદેવી પટેલનો રૂમ બંધ હોવાથી એક ઈસમ કુંદન યોગેન્દ્ર શાહે અન્ય ભાડુઆત ને જુહીનો રૂમ કેમ બંધ છે તેમ પૂછતા તેણે તમે કોણ છો અને જુહીનું શું કામ છે મને ખબર નથી રૂમ કેમ બંધ છે, તેમ જણાવતા યુવાન એ બોલાચાલી કરી હતી. જે બાદ રાકેશ સાથે રહેતા દિનેશ પટેલ સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને તેઓને ડરાવવા માટે કુંદને એરગનનું ટ્રીગર દબાવી ફાયરિંગ કર્યું હતું.પોલીસે આરોપી કુંદન યોગેન્દ્ર શાહ ની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News