Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરવાનગી કે નોંધણી વિના દવાખાનું ચલાવતા બે તબીબ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • July 22, 2022 

વાપી જીઆઇડીસી સ્થિત દેસાઇ ચેમ્બર લાંબા સમયથી કોઇપણ જાતની પરવાનગી કે નોંધણી વિના આર્યુવેદિક દવાખાનું ચલાવતા બે તબીબની સામે આરોગ્ય અને પોલીસ વિભાગે સંયુક્ત કામગીરી કરીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી સલવાવ આર્યુવેદિક દવાખાનાનાં મેડિકલ ઓફિરસ ડો.ફાલ્ગુની પટેલ અને એસઓજી ટીમનાં એએસઆઇ પ્રવિણ કેશવ તથા અન્ય ટીમે જીઆઇડીસી ચાર રસ્તા સ્થિત દેસાઇ ચેમ્બરમાં પહેલા માળે આવેલા ઉત્તમ શક્તિ દવાખાનામાં રેડ કરી હતી.




જોકે આ રેડ દરમિયાન આર્યુવેદિક તબીબની પ્રેક્ટિસ કરતા દાનિશ આલમગીર શેખ અને શાદાબ હુશેન આફતાબ હુસેન શેખ (બંને રહે.એવરગ્રીન એપાર્ટમેન્ટ,ઇમરાન નગર,વાપી) નાઓ પાસેથી પોલીસે દવાખાનું ચલાવવા માટે જરૂરી દસ્તાવેજની માગણી કરી હતી. જયારે આ બંને ઇસમો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર અને ગુજરાત બોર્ડ ઓફ આર્યુવેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસનનું રજીસ્ટ્રેશનન વિના જ દવાખાનું ચલાવતા હતા.




આમ, પોલીસે માનવ જિંદગી સાથે ચેડા કરનાર દાનિશ શેખ અને તેમનો સહાયક શાદાબ શેખની ધરપકડ કરી હતી. પોલીસે દવાખાનામાંથી રૂપિયા 1,510/-ની 15 જાતની વિવિધ પ્રકારની દવાઓ પણ કબ્જે લીધી હતી. આ બંને આરોપી સામે IPC 269 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963જી કલમ 30 અને 35 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application