Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા, બે વોન્ટેડ

  • June 09, 2022 

એલસીબીની ટીમનાં માણસો વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કોપરલી નાકા ઉપર વોચ ગોઠવતા દમણ તરફથી ટેમ્પો નંબર DD/01/H/9317 લઇને આવતા ચાલકને ઇશારો કરી અટકાવવા જતા તે ગાડી લઇ નાસી ગયો હતો.



જેથી તેનો પીછો કરી ઇમરાનનગરમાં અટકાવી ટેમ્પોમાં શું છે પૂછતા યાર્ન હોવાનું કહી ગલ્લા તલ્લા કરતા પોલીસને શક જતા પોલીસ સ્ટાફનાં માણસોએ ટેમ્પામાં તપાસ હાથ ધારી હતી. જેમાંથી પોલીસ્ટર યાર્નના બોક્ષ-292 જેની કિંમત રૂપિયા 16,46,985/-ની આડમાં દારૂના બોક્ષ નંગ-150 મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 10,62,000/- મળી આવ્યા હતા.



આમ, પોલીસે આરોપી ચાલક રામનરેશ રામદીન અને ક્લીનર શ્રીકેશન બાબુલાલને પકડી આ માલ ક્યાંથી અને કોને આપવા જવાના હતા તેની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, વિનોદ પાલ નામના ઇસમે આ માલ ભરાવી આપ્યા હતા. પોલીસે માલ ભરાવનાર સહિત ટેમ્પો સાથે બાઇક ઉપર આવેલા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application