વાપી જીઆઇડીસીમાં રસ્તાની બાજુમાં પાર્ક ટ્રક પાછળ બાઇક લઇને ઘૂસી જતા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે પાછળ બેસેલા યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કરવડ ખાતે સાંઇ આસ્થા સોસાયટીનાં ફ્લેટ નં.403માં રહેતા અને મુળ બિહારના રોહીત ગોવર્ધન શાહ (ઉ.વ.22) જેઓ મંગળવારનાં રોજ રાત્રે પોતાની સ્પ્લેન્ડર બાઇક લઇને પોતાના મિત્ર સાથે જીઆઇડીસી વિસ્તારમાં જઇ રહ્યા હતા.
તે દરમિયાન આરતી કંપનીની સામે રસ્તાની બાજુમાં પાર્ક ટ્રક નંબર જીજે/16/એયુ/2643માં પાછળથી ઘૂસી જતા બાઇક પર સવાર બંને મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેઓ સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા રોહીતને તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે પાછળ બેસેલો યુવક સારવાર માટે દાખલ કરાયો હતો. જોકે પૂરઝડપે બાઇક હંકારતા બંને યુવકો અકસ્માતમાં ઘવાતા એકનું મોત થયું હતું. બનાવ અંગે જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application