વાપી નવા રેલવે અંડરબ્રિજ નજીક હનુમાન મંદિરનાં પાછળનાં ભાગે ગતરોજ ઉમરગામ તરફ જતી મેમુ ટ્રેનની નીચે પડતું મુકીને યુવકે આપઘાત કર્યો હતો. મૃતક ઉમરગામ જી.આઇ.ડી.સી.માં ફર્નિચર બનાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે વાપી રેલવે પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અમુસાર, વાપી સ્ટેશન અધિક્ષકે ગતરોજ જીઆરપીને મેમો આપી જાણ કરી હતી કે, નવા રેલવે અંડરબ્રિજથી થોડે દૂર હનુમાન મંદિરનાં પાછળનાં ભાગે ડાઉન લાઇન ઉપર એક યુવકે મેમુ ટ્રેનની સામે ઊભો રહીને આપઘાત કર્યો હતો તેમજ રેલ્વે પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
જોકે અંદાજે 42 વર્ષનાં યુવકે વલસાડથી ઉમરગામ જતી મેમુ ટ્રેનની સામે પડતું મુકીને જીવન ટૂંકાવ્યું હતુ. મૃતક યુવકની ઓળખ ઉમરગામ જીઆઇડીસી કોલોનીમાં રહેતા 42 વર્ષીય અમન કૃપાલસિંગ સાઇ તરીકે થઇ હતી. મૃતક જીઆઇડીસીમાં ફર્નિચર બનાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. જોકે, ઉમરગામથી વાપી સુધી આવીને યુવકે ક્યા કારણોસર આપઘાત કર્યો એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500