Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત

  • June 09, 2022 

મુંબઈ ખાતે વેર હાઉસના સંચાલક પરિવાર સાથે પાલનપુરથી ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન  ગુંદલાવ ચોકડી બ્રિજ ઉપર વાપીથી સુરત તરફ જતી બાઈકનાં ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી મુંબઈ તરફ જતી ચૌધરી પરિવારની કાર સાથે ધડાકાભેર બાઈક અથડાતા ગંભીર અકસ્માત. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાલનપુરથી મુંબઈ પોતાના પરિવાર સાથે જઈ રહેલા અશોકભાઈ ચૌધરીની કાર નંબર GJ/08/CK/8371 લઈને મુંબઈ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગુંદલાવ ચોકડ બ્રિજ ઉપર વાપી તરફથી આવતા બાઈક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી બાઈક મુંબઈ તરફ જતી ચૌધરી પરિવારની કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી.



જોકે આ અકસ્માત થતા બાઈક ચાલક ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત અંગે વાહન ચાલકોએ 108 અને વલસાડ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. અકસ્માતને લઈને સુરત-મુંબઈ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જયારે અકસ્માતના ઘટના સ્થળે વલસાડ રૂરલ પોલીસની ટીમે ટ્રાફિકને નડતર રૂપ અકસ્માતના વાહનો દૂર કરી વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વલસાડ રૂરલ પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું પીએમ કરાવી મૃતકના પરિવારનો સંપર્ક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application