છીરી ગામમાંથી એક યુવક દેશી તમંચા સાથે ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવક તમંચા વેચવાની ફીરાકમાં હતો તેમ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડુંગરા પોલીસ સ્ટાફનાં માણસો શનિવારે વાહન પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે પોલીસની ટીમ દ્વારા પુરતી તૈયારી કરી બાતમીવાળી જગ્યાએ છાપો મારતા આરોપી સુમિત અચ્છેલાલ રાજભર (ઉ.વ.18, રહે.છીરી, રણછોડ નગર) નાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો ધાતુનો તમંચો જેની કિંમત રૂપિયા 5000 સાથે પકડી પાડી તેની સામે હથિયાર ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જોકે યુવક સુમિતને કોઇ ઇસમે આ તમંચો આપતા તે પૈસાની લાલચમાં આ હથિયારને વેચવા જવાનો હતો તે પૂર્વે જ પોલીસે તેને પકડી પાડ્યો હતો. આમ, પોલીસે યુવકને પકડી પાડી વધુ પૂછપરછ હાથ ધરી આમ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500