વાપી જીઆઇડીસી તથા ટાઉન વિસ્તારમાં દિવસ અને રાત્રિનાં ઘરફોડ તેમજ વાહન ચોરીનાં ત્રણ ગુનામાં સામેલ આરોપીની એસઓજીએ યુપીએલ બ્રીજ પાસેથી પકડી પાડી રૂપિયા 1.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આરોપી સામે વાપી, પારડી, સુરત અને મહારાષ્ટ્ર સહિત 17થી વધુ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા હતા.
બનાવની વિગત એવી છે કે, જિલ્લા એસપીની સુચનાને લઇ એસઓજી પીઆઇના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પીએસઆઇ તથા એએસઆઇની અલગ અલગ ટીમો બનાવી ટેક્નીકલ તથા હ્યુમન ઇનપુટનાં આધારે આરોપી રાહુલ મધુકર ગાયકવાડને 1 લેપટોપ, 11 એન્ડ્રોઇડ ફોન, 1 બાઇક મળી કુલ રૂપિયા 1.66 લાખના મુદ્દામાલ સાથે વાપીથી યુપીએલ તરફ જતા સર્વિસ રોડ ઉપરથી ઝડપી પડ્યો હતો. જોકે તેણે જિલ્લા સહિત સુરત અને મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત પણ કરી હતી. આમ, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500