Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેકેજિંગ કંપનીમાં આગ : બંધ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો

  • September 01, 2022 

વલસાડનાં વાપી ખાતે આવેલા શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી VBL પેકેજિંગ કંપનીનાં બંધ ગોડાઉનમાં ગતરોજ મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. જોકે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ ગોડાઉન સંચાલક અને વાપી ફાયર બ્રિગેડની ટીમને કરતા વાપીનાં 3 ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.




જોકે ગોડાઉન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાપીના શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક VBL પેકેજિંગ કંપનીના બંધ ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. જયારે બંધ ગોડાઉનથી આગની ભયાનક જ્વાળાઓ બહાર દેખાતા સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાની જાણ ગોડાઉનનાં સંચાલકને કરવામાં આવી હતી.




ઘટના અંગે ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટનાં સ્વયંસેવકોએ સતર્કતા દાખવી ઘટનાની જાણ વાપી ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે તાત્કાલિક 3 ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ગોડાઉન બંધ હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગોડાઉનમાં પેપર અને પુઠ્ઠાનો જથ્થો હોવાથી ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવવા વધારે જહેમત ઉઠાવી પડી રહી હતી. જોકે હજી સુધી આગ લાગવાનું કરણ જાણી શકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application