Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ઓનલાઇન સટ્ટો રમાડનાર ઈસમ પોલીસ પકડમાં

  • September 27, 2022 

વાપી ટાઉન પોલીસે કબ્રસ્તાન રોડ સ્થિત આઝાદ શટર પાસે આવેલ માં કિરાણા સ્ટોર્સમાં પહોંચતા દુકાનદાર મોબાઇલમાં કંઇક રમતો હોવાનું દેખાઇ આવતા પોલીસે તેને પકડી મોબાઇલમાં ચકાસણી કરતા આરોપીએ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગના નીકળતા ભાવ ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગનો રૂપિયા વડે હારજીતનો જુગાર રમાડે છે.




તેમજ રૂપિયા 10,000/-ની પેટા આઇડી લઇને તેના ઉપર ઇન્ડિયા અને ઓસ્ટ્રેલીયા તેમજ બીજી મેચ ઉપર ઓનલાઇન નીકળતા સટ્ટાનાં ભાવ ઉપર જુગાર રમતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આઇડી આપનારા આરોપી પરમજીતને વોન્ટેડ જાહેર કરી આરોપી દુકાનદાર રાજુ મુસદ ગીલાણી (રહે.એપલ પાર્ક એપાર્ટમેન્ટ, કબ્રસ્તાન રોડ, વાપી) નાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application