નવસારી જિલ્લાનાં શહેરી વિસ્તારોમાં દબાણની કામગીરી શરૂ છે જેના ભાગરૂપે ગ્રામ્ય અને તાલુકામાં મથકે પણ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ગામમા જાહેર રસ્તાઓ ઉપર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઇ છે. ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવા અંગે ગ્રામ પંચાયત દ્વારા અગાઉથી જ સૂચના આપવામાં આવી હતી. જયારે લાંબા સમય બાદ વાંસદા ટાઉનમાં દબાણ કરવાની કામગીરી શરૂ થઈ છે. આગામી સમયમાં વાંસદા પંથકનાં અન્ય વિસ્તારમાં પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેમજ JCB મશીન સાથે ટીમ બજારમાં ઉતરી હતી જ્યાં ઓટલા અને પતરાના શેઢને સાવચેતી પૂર્વક ઉતારાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application