Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરાગામની પરણીતાએ શારીરીક અને માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • September 30, 2022 

ઉમરાગામની એક પરણીતાને તેના પતિ અને કાકા સસરા મકાન લેવા માટે પિયરમાંથી 10 લાખની રકમ લાવવા દબાણ કરી શારીરીક અને માનસિક ત્રાસ આપતા હતા અને આ ઉપરાંત પતિ ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાનો રોજ બહારથી લોક કરી ઘરમાં ગોંધીને નોકરી પર જતો રહેતો હતો. તેમજ પતિ અને કાકા સસરાનાં માનસિક ત્રાસને કારણે આખરે પરિણીતાએ બુધવારનાં રોજ  સવારે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે ઉમરા પોલીસે પરિણીતાના પિતાની ફરિયાદના આધારે પતિ સચીન વિજય પાટીલ અને કાકા સસરા સુનિલ ગુલાબરાવ પાટીલ (બંને રહે.નવસાત મહોલ્લો,ઉમરાગામ) નાની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.





મળતી માહિતી મુજબ, પરિણીતા ભારતી પાટીલે (ઉ.વ.23) બુધવારનાં રોજ આપઘાત કરી લીધો હતો જોકે જાણવા મળેલ મુજબ મૃતકનો પતિ સુરતમાં મકાન લેવા માટે પરિણીતાને પિયરમાંથી 10 લાખની રકમ લાવવા દબાણ પણ કરતો હતો અને એટલું જ નહિં પતિ પત્નીનાં ચારિત્ર્ય પર શંકા રાખતો હતો જેથી પત્નીને ઘરમાં ગૌંધી રાખતો હતો અને બહારથી તાળું મારી નોકરી પર જતો રહેતો હતો. જોકે પતિ અને બીજી બાજુ કાકા અને સસરા એમ બંનેનો પરિણીતાને એટલી હદે માનસિક ત્રાસ આપતા હતા કે જેના કારણે તેણે આપઘાત કરવો પડ્યો હતો.





આમ ભારતી પાટીલે આત્મહત્યા કરવાના અઠવાડિયા પહેલાં પણ પતિના ત્રાસને કારણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે તેણે પિતાને વીડિયો કોલ કરીને આપઘાતનો પ્રયાસ કરવાની વાત કરી હતી. ત્યારબાદ પરિણીતાના પિતાએ તાત્કાલિક સંબંધીઓને પોતાની દીકરીને લઈ આવવા માટે મોકલ્યા હતા. જોકે, ત્યારે પરિણીતાના પતિએ માફી માંગી લેતાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પણ વાસ્તવમાં તેનો પતિ સુધર્યો ન હતો અને ફરી ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું જેથી તેને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application