વલસાડનાં ઘડોઈ ઔરંગા નદી કિનારે ઘાટેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી એક આંબાવાડીમાં સાફ સફાઈ કરવા ગયેલા શ્રમિકોને અજાણ્યા 40 વર્ષીય ઈસમની લાશ મળી હતી. જોકે શ્રમિકોએ જમીન માલિક અને ગામના અગ્રણીઓ અને સરપંચને ઘટનાની જાણ કરી હતી. જમીન માલિકે તાત્કાલિક રૂરલ પોલીસની ટીમને જાણ કરી હતી. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળ ઉપર પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા ઈસમની લાશનો કબ્જો મેળવી આજુબાજુના વિસ્તારમાં અગ્રણીઓને લાશના ફોટા મોકલાવી અજાણ્યા ઇસમની લાશની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકાનાં ઘડોઈ ગામમાં ઔરંગ નદી કિનારે ઘાટેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી હિરેનભાઈ અમૃતલાલ પટેલની આંબાવાડીમાં સાફ સફાઈ કરવા મજૂરોને કામ સોંપ્યું હતું અને સફાઈ કામગીરી દરમિયાન વાડીમાં ઔરંગા નદી નજીક એક અજાણ્યો ઈસમનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. ઘટના અંગે શ્રમિકોએ તાત્કાલિક જમીન માલિક હિરેનભાઈ અને ગામના સરપંચ સહિત અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. જયારે હિરેનભાઈએ તાત્કાલિક ઘટના અંગે રૂરલ પોલીસની ટીમને જાણ કરી હતી.
જયારે રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં ગતરોજ ઘડોઈ ગામમાં ભરાતાં મેળામાં અજાણ્યો ઈસમ આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. ક્યાં કારણોસર યુવકનું મૃત્યું થયું છે, યુવક કોણ છે. તે અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે અને અજાણ્યા યુવકની લાશના ફોટો આજુબાજુનાં ગામોનાં અગ્રણીઓને મોકલાવી અજાણ્યા યુવકની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લાશનું PM કરવી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે રૂરલ પોલીસ મથકે જમીન માલિક હિરેન પટેલે ADની નોંધ કરવી હતી. બનાવ અંગે રૂરલ પોલીસે ADની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500