વલસાડનાં પારડીનાં ગોય ગામમાં રહેતા એક પરિવારની દીકરીના લગ્ન તા.17 ફેબ્રુઆરીનાં રોજ યોજાયા હતા. જોકે તારીખ 18 ફેબ્રુઆરીની રાત્રીએ દીકરીનાં લગ્ન પ્રસંગમાં પાણીનું બિલ ભરવા નજીકમાં રહેતા ભત્રીજા સાથે જઈ રહ્યા હતા. તે દરમ્યાન બરઈ ગામ ત્રણ રસ્તા પાસે સામેથી આવતી KTM બાઇકને ચાલકે મોપેડને ધડાકા સાથે અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં કાકા ભત્રીજાનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ સ્થાનિક લોકો અને પરિવારમાં સભ્યોને થતાં તાત્કાલિક ઘટના અંગે 108 અને પારડી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતા. અકસ્માતની ઘટનામાં મોપેડ ઉપર સવાર કાકા ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસે લાશનું PMજરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પારડીનાં ગોયમાં ગામમાં રહેતા મહેશભાઈ ભીખુભાઇ પટેલ અને તેમનો ભત્રીજો ભરતભાઇ મનુભાઈ પટેલ સાથે તેમની મોપેડ નંબર GJ/15/BA/5791 લઈને તારીખ 17નાં રોજ યોજાયેલ મહેશભાઈની દીકરીનાં લગ્નમાં RO પાણી સપ્લાય કરનાર RO વોટર સપ્લાય સંચાલકને બાકી રહેલા રૂપિયા આપવા જઇ રહ્યા હતા.
તે દરમિયાન બરઈ ગામનાં ત્રણ રસ્તા પાસે એક KTM બાઈક નંબર GJ/26/S/9868નો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની KTM બાઈક હંકારી લાવી સામેથી આવતી મહેશભાઈની મોપેડ સાથે ધડાકાભેર ટકરાઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે અકસ્માત થતા આજુબાજુનાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. તેમજ મોપેડ અને KTM બાઈક વચ્ચેનાં અકસ્માતની ઘટનામાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા પૈકી 2નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
સ્થાનિમ લોકોએ તાત્કાલિક 108 અને પારડી પોલીસની ટીમને બનાવની જાણ કરી હતી અને 108ની ટીમે તત્કાલિમ ઘટના સ્થળે પહોંચી ગંભીર ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. જ્યારે મૃત્યુ પામેલા મોપેડ ચાલક કાકા ભત્રીજા મશેષભાઈ અને ભરતભાઇની લાશનો કબ્જો લઈને પારડી સરકારી હોસ્પિટલમાં PM કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ઘટના અંગે જયેશભાઇ પટેલે KTM બાઈક ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500