વલસાડનાં એક શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી દુકાને બાજુમાં રહેતા યુવકે નજીકમાં આવેલી દુકાનમાં પાન મસાલો લેવા મોકલાવી હતી. જોકે બાળકી યુવકે જણાવેલ પાન મસાલા લઈને પરત આવી ત્યારે બાળકી સાથે યુવકે બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેથી પડોશમાં રહેતા યુવકની બાળકી ઉપર નજર બગડતા યુવકે સગીરાને તેના ઘરમાં લઈ જઈ સગીરા સાથે અડપલાં કર્યા હતા અને સગીરાની માતાની ફરિયાદ બાદ સગીરા અને સગીરાને પરિવારના નિવેદન નોંધી યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વલસાડનાં સ્લમ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી ઉપર બાજુમાં જ રહેતા યુવકે બાળકી ઉપર નજર બગાડી હતી. જોકે યુવકે સગીરા ઘરેથી બહાર જતી હતી જે દરમ્યાન યુવકે નજીકમાં આવેલી દુકાનમાંથી પાન મસાલો આપી જાવા જણાવ્યું હતું. બાળકી પરત આવતી વખતે યુવકે જણાવેલ પાન મસાલા આપવા યુવકના ઘરે પહોંચી હતી. ત્યારે બાળકી ઉપર દાનત બગાડી બેસેલા યુવકના ઘરે કોઈ ન રહેતા યુવકે સગીરાને પોતાના ઘરમાં ખેંચી લઈને સગીરા સાથે અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકી કઈક સમજે તે પહેલાં પાડોશી નરાધમ યુવકે બાળકી સાથે અડપલાં કરી રહ્યો હતો. જેથી બાળકી યુવકનાં ચુંગાલમાંથી છટકીને ભાગી ગઈ હતી. બાળકી ઘરે રડતી આવતા સગીરાને પરિવાના સભ્યો ચિંતામાં મુકાઈ ગયા હતા. બાળકીની માતાએ સગીરાને પૂછતાં સગીરાએ નિર્ભય બનીને તેની માતાને તેની સાથે થયેલી ઘટના અંગે જણાવ્યું હતું કે, બાજુમાં રહેતા યુવકે તેની સાથે અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું.
જેથી બાળકીની માતાએ નજીકના પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી. બાળકીની માતાએ તેમની 10 વર્ષીય દીકરી સાથે અડપલાં કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમ પોલીસે ફરિયાદ નોંધી સગીરાનું નિવેદન અને પરિવારના સભ્યોને નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી અને યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500