Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ચાલતા કન્ટેનર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાયો, મોટી દુર્ઘટનાં ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

  • January 25, 2023 

વલસાડનાં વાપી હાઇવે ઉપર ગુંજન બ્રિજ ચઢતા મુંબઇ સુરત હાઇવે ઉપર એક ટેમ્પોની ડીઝલ ટાંકી છૂટી પડતા આગળ ચાલતા ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ચાલતા કન્ટેનરે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કન્ટેનર ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઇ જાની થવા પામી ન હતી. અકસ્માતમાં અજાણ્યો ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો લઈને ભાગી છૂટ્યો હતો.




ઘટનાને જઈને સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે ઇજાગ્રતોની મદદે દોડી આવ્યા હતા. જોકે અકસ્માતમાં કોઈપણ જાન હાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવની વિગત એવી છે કે, વલસાડનાં વાપી ગુંજન બ્રિજ ચઢતા મુંબઇથી સુરત તરફ જતા ટ્રેક ઉપર એક વાહનની ડીઝલની ટાંકી વાહનમાંથી અચાનક છૂટી પડી ગઈ હતી.




જયારે અજાણ્યા વાહન પાછળ ચાલતા ટેમ્પો ચાલકે આગળના વાહનની ડીઝલ ટેન્ક છૂટી પડી હોવાનું જોતા પોતાના ટેમ્પને અચાનક બ્રેક મારી હતી. જેની પાછળ ચાલતા કન્ટેનર નંબર DD/03/M/9957નાં ચાલકે કન્ટેનરના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર ચાલકે ટેમ્પની પાછળથી જોરદાર ટેમ્પોમાં ટક્કર મારી દેતા અકસ્માત થયો હતો.



જોકે કન્ટેનર ચાલક મુંબઇથી પ્લાસ્ટિકનાં દાણા ભરી દમણ ખાતે આવી રહ્યો હતો ત્યારે તેને ગુંજન બ્રિજ ચઢતા હાઇવે ઉપર અકસ્માત નડ્યો હતો. જોકે આગળ ચાલતો ટેમ્પો અકસ્માત સર્જી ટેમ્પો લઈને ભાગી ગયો હતો. અકસ્માત અંગે સ્થાનિક લોકો અને રાહદારીઓને જાણ થતાં તાત્કાલિક ઈજાગ્રસ્તોની મદદે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જયારે આ અકસ્માતમાં કોઇપણ પ્રકારની થવા પામી ન હતી. જેને લઈને સ્થાનિક લોકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application