વલસાડનાં ઉમરગામમાં ડહેલીમાં આવેલી સુગર ફેક્ટરીમાં એક અજાણ્યા ઈસમની પિલર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટના અંગે ભિલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી અજાણ્યા ઈસમની ઓળખ કરવાનો અને તેના વાલી વારસાને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મળતી માહિતી અનુસાર, ઉમરગામ તાલુકાનાં ડહેલી ખાતે આવેલી સુગર ફેક્ટરી છેલ્લા ઘણાં વર્ષોથી બંધ હાલતમાં છે. જોકે ગત તા.19 જાન્યુઆરીના રોજ સાંજે સુગર ફેક્ટરીના વોચમેને ફેક્ટરીમાં ચેક કરતા ફેક્ટરીની અંદર લોખંડના પીલર સાથે બાંધેલી હાલતમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી.
જેની જાણ ફેક્ટરીનાં એકાઉન્ટન્ટને કરતા એકાઉન્ટન્ટે તાત્કાલિક સુગર ફેક્ટરી પાસે પહોંચી ચેક કરતા એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. બનાવ અંગે સુગર ફેક્ટરીનાં એકાઉન્ટન્ટે તાત્કાલિક ભીલાડ પોલીસને જાણ કરી હતી. જેથી ભીલાડ પોલીસે અજાણ્યા ઈસમની લાશનો કબ્જો મેળવી લાશનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી. ભીલાડ પોલીસ મથકે કંપનીનાં એકાઉન્ટન્ટે નોંધ કરાવી હતી. જોકે પોલીસે અજાણ્યા ઈસમની લાશનો ફોટો આજુબાજુનાં વિસ્તારના અગ્રણીઓને મોકલી લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application