Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : યુવતીને ચપ્પુનાં 15 ઘા મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને ગણતરીનાં કલાકમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

  • February 13, 2023 

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની ચાલીમાં રહેતી એક મહિલાની હત્યા કરવા આરોપી આવી પહોંચ્યો હતો. જયારે મહિલાની દીકરીએ સજાગતા દાખવી પોતાની માતાનો જીવ બચાવવા માતાને રૂમની અંદર પુરી દીધી હતી અને બહાદુર દીકરીએ આરોપીનો સામનો કરીને પોતાની માતાનો બચાવ કર્યો હતો. આરોપીએ દીકરીને ચપ્પુનાં 15 જેટલા ઘા મારીને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બુમાબુમ થતા પકડાઇ જવાની બીકે આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.






ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ સેલવાસ પોલીસે ઘટનાની જાણ કરી હતી અને બહાદુર દીકરીને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડે તે પહેલાં દીકરીએ જીવ ગુમાવ્યો હતો. ઘટના અંગે સેલવાસ પોલીસે દાદરા નગર હવેલીની તમામ ચેક પોસ્ટને એલર્ટ કરી દાદરા નગર હવેલીમાં નાકાબંધી હાથ ધરી આરોપીને સાયલી વિસ્તારમાંથી ગણતરીનાં કલાકોમાં હત્યાના ગુનાનો આરોપીને ઝડપી પાડી આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.






દાદરા નગર હવેલીનાં સેલવસની પદ્માવતી સોસાયટી નજીક મહેશભાઈની ચાલીમા રહેતી મહિલા એની દીકરી સાથે ઘરે હતી. તે સમયે સવારના 9 વાગ્યાનાં સુમારે CPF સિક્યુરીટીમા નોકરી કરતો મિથુન બંગાલી રહેવાસી રખોલી જે અચાનક ઘરમા ધસી આવી મહિલાને મારવાનો પ્રયાસ કરતા મહિલાની દીકરી અંકિતા સંજયસિંગ રાજપૂત જેણે માતાને બચાવવાનો પ્રયાસ કરતા મિથુન બંગાલીએ અંકિતનાં પેટમા વારંવાર 15થી વધુ ચાકુના ઘા માર્યાં હતા.






જેને કારણે યુવતી જગ્યા પર જ ઢળી પડી હતી ત્યારબાદમાં મિથુને યુવતીની માતાને રૂમનો દરવાજો બંધ કરી પુરી દીધી હતી. યુવતીને ચાકુના ઘા લાગવાને કારણે લોહી નીકળતા ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતુ અને મિથુન સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા SP, SDPO સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના ચાલીમા લગાવવામા CCTVમાં કેમેરામા કેદ થઇ હતી.





સેલવાસ પોલીસે CCTV ફૂટેજ મેળવી બાતમીદારોની મદદ મેળવી દાદરા નગર હવેલીમાં નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સેલવાસ પોલીસે બાતમીદારોની મદદે સાયલી વિસ્તારમાંથી યુવતીની હત્યાના ગુનામાં સંડોવાયેલા મિથુન બંગાળીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. સેલવાસ પોલીસે મિથુન મોનિન્દ્ર મંડલ (ઉ.વ.35, કાટીગોરાહ, આસામ) નાંની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે સીપીએફ સિક્યુરીટી એજન્સીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને સીપીએફ કોલોની, સાયલીમાં રહેતો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application