વલસાડનાં અતુલ હરિયા રેલ્વે ફાટક નજીક પલ્સર બાઇકની અંદર પ્લાસ્ટિકની પોટલીની અંદર વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો, જયારે બુટલેગરે બાઇક મૂકી ઉભી ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તરમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અતુલ હરિયા ગામનાં રેલ્વે ફાટક નજીક રૂરલ પોલીસની ટીમ રેલ્વે ફાટક તરફ આવતા વાહનોનું ચેકીંગ કરી રહી હતી. જે દરમિયાન એક બાઇક નંબર GJ/21/AL/3929નો ચાલક પોલીસનું કડક ચેકીંગ જોઈ દારૂના જથ્થા સાથે પકડાઈ જવાની બીકે બાઇકને સાઈડમાં મૂકી ફરાર થઇ ગયો હતો.
જયારે વાહન ચેકીંગ કરતી પોલીસની ટીમે બાઈક ચાલકને બાઈક મૂકીને ભાગતા જોયો હતો. જેને લઈને રૂરલ પીસની ટીમે અજાણ્યા બાઈક ચલાકનો પીછો કરતા નજીકમાં આવેલી ઝાડીઓમાં બાઈક ચાલક ફરાર થઇ ગયો હતો. વલસાડ રૂરલ પોલોસની ટીમે બાઇકમાં ચેક કરતા બાઇકની પેટ્રોલ ટાંકીના અંદર બનાવેલા ચોર ખાનામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂના જથ્થાના પાઉચ મળી આવ્યા હતા. બુટલેગરે પ્લાસ્ટિકની થેલીમાં 30 લીટરથી ઉપર દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જોકે વલસાડ રૂરલ પોલીસની ટીમે બાઇકમાં બનેવેલા ચોર ખાનામાંથી રૂપિયા 30 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમે 30 લીટર વિદેશી દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા 55 હજારનો કુલ મુદ્દામાલ કબ્જે કરી બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500