વાપી ચલામાં રહેતા અને DGVCLમાં લાઇનમેન તરીકે નોકરી કરતા યુવક પત્ની સાથે બેડરૂમમાં સૂતેલો હતો. તે દરમિયાન રાત્રીનાં સમયે અજાણ્યો ઇસમ કીચનની સ્લાઇડીંગ બારી ખસેડી ઘરમાં પ્રવેશી ગયો હતો અને બેડરૂમનો દરવાજો ખુલ્લો હોય અંદરથી રૂપિયા 99,000/-ના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતાં પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી મુજબ, વાપીનાં ચલા ખાતે સત્તાધાર સોસાયટીમાં રહેતા કમલેશભાઇ છોટુભાઇ બરોડીયા સંજાણ ખાતે DGVCL સબ ડીવીજનમાં લાઇનમેન તરીકે નોકરી કરે છે.
જ્યારે તેમની પત્ની વાપીની એક સ્કૂલમાં શિક્ષિકા છે. જોકે મંગળવારે રાત્રે તેઓ પત્ની સાથે બેડરૂમનો દરવાજો ખુલ્લો છોડી સુઇ ગયા હતા. બીજા દિવસે સવારે તેમની પત્ની ઉઠીને બાથરૂમમાં જતા દરવાજો બહારથી બંધ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી બીજા બેડરૂમમાં સૂતેલી પુત્રીને ફોન કરી દરવાજો ખોલવા જણાવાયું હતું. પતિ-પત્ની જે રૂમમાં સૂતેલા હતા.
તે રૂમમાં સામાન વેરવિખેર હાલતમાં દેખાતા તપાસમાં ડ્રેસીંગ ટેબલના ડ્રોવરો ખોલી તેમાંથી સોનાના દાગીનાઓ જેમાં મંગળસૂત્ર, બંગડી, વીંટી, સોયદોરો બુટ્ટી, બુટ્ટી લુજર (બ્રેસલેટ) કુલ વજન આશરે 55 ગ્રામ જેની કિંમત રૂપિયા 99,000/-ની ચોરી થયા હોવાની જાણ થઇ હતી. બનાવ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં દાગીનાની ચોરી કરનાર ઇસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500