વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવી અર્થ તંત્રને નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર નાસિકથી ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વલસાડ પોલીસની ટીમે ડમી ગ્રાહકને મોકલી બાતમી વાળી જગ્યાએ ટ્રેપ ગોઠવી હતી.
જે બાતમીનાં વર્ણન વાળો ઇસમનો આવતા પોલીસ ટીમે રૂપિયા 5.50 લાખના દરની રૂપિયા 500ની નોટના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડયા હતા અને 1 ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. આમ, પોલીસે કપરાડાનાં 2 યુવકો અને નાસિકનો એક યુવક મળી 3 યુવકોને ઝડપી પાડયા હતા. જ્યારે નાસિકમાં રહેતો માસ્ટર માઈન્ડ હજાર ન મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે નાનાપોંઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application