વલસાડનાં કપરાડામાં હાલમાં ચેકડેમનાં અનેક કામો ચાલી રહ્યા છે, ત્યારે દહીંખેડગામ ખાતે ચેકડેમનું કામ ચાલતું હોય ત્યાં મટીરીયલ્સ લઈને જઇ રહેલો ટેમ્પાનાં ચાલકે ખાતુનીયા અસ્ટોલ ટેકરા ઉપર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડરમાં ભટકાઈને પલ્ટી મારી ગયો હતો. જેથી ટેમ્પામાં સવાર ત્રણ મજુરોને ગંભીર ઈજા પહોંચી જેમાં એકનું સારવારમાં મોત નીપજ્યું હતું. ઘટના અંગે કપરાડા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કપરાડા તાલુકાનાં દહીંખેડ ગામની અંદર ચેકડેમનું કામ ચાલી રહ્યું હોય ત્યારે રોણવેલ ગામે રેહેતો ઈબ્રાહીમ અબ્દુલ લતીફ ચરીવાલા પોતાનો આઈસર ટેમ્પોમાં સુનીલભાઈ કોન્ટ્રાકટરને ત્યાંથી માલસમાન ભરીને દહીખેડ જવા માટે ત્રણ મજૂરો દિલીપ, લક્ષ્મણ અને આબુ પાળે રાઉતને લઈને જવા માટે નીકળ્યા હતા.
જોકે રસ્તામાં ખાતુનીયાથી અસ્ટોલ જતા ભયાનક ટેકરા ઉતરતી વેળા આઈસર ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડરમાં ભટકાયા ત્યાર બાદ ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પોના ફાલકા ઉપર બેસેલા ત્રણ મજુરોને ગંભીર ઈજાઓ થઇ હતી. જેમાં માથા અને કમરના ભાગે ગંભીર ઈજા પામેલા આબુભાઈ પાળેભાઈ રાઉત (રહે.આબોસી)નું સારવાર દરમિયાન ધરમપુર હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જયારે અન્ય બે ઇજાગ્રસ્તને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. કપરાડા પોલીસે ચાલક સામે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application