દાદર નગર હવેલીનાં દપાડા ગામે 40 દિવસથી ગુમ યુવકની હત્યા કરાયેલી લાશ ખડોલી પથ્થરની ખાણમાંથી મળી આવી હતી. પોલીસ તપાસમાં આ હત્યા જમીનનાં ઝઘડાની અદાવતમાં થઇ હોવાનું બહાર આવતા સગીર સહિત બે ઇસમની ધરપકડ કરી છે. બનાવની વિગત એવી છે કે, દિલીપ જ્ઞાન દોડીયા (ઉ.વ.32, રહે.વાસી માનીપાડા, દપાડા) જેઓ ગત તા.13 જાન્યુઆરીએ ઘર નજીકથી ગુમ થયો હતો. જે સંદર્ભે એમના પરિવારોએ ગૂમસૂદની ફરિયાદ પણ નોંધાવી હતી અને દિલીપનું અપહરણ કરવામાં આવ્યું હોવની શંકા પણ વ્યક્ત કરી હતી.
આમ પોલીસ તપાસમાં દિલીપની લાશ ગુરૂવારનાં રોજ ખડોલી ગામે એક પથ્થરની ખાણમાંથી મળી આવી હતી. પી.એમ. રિપોર્ટમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યા બાદ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતા પોલીસે આરોપી કમલેશ પવલૂશ જેવલીયા (રહે.માનીપાડા, દપાડા) અને એક સગીર જે (રહે. ફરારપાડા, દપાડા) નાને મળી દિલીપની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું અને ગત તા.13 જાન્યુઆરીએ પથ્થરની ખાણમાં લાશ છુપાવી હતી.
આ ઘટનામાં આરોપી મુજબ આઇપીસી 302, 201, આર ડબ્લ્યુ 34 મુજબ ફરિયાદ નોંધી બાદમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જયારે સગીર આરોપીને ઓબ્ઝર્વેશન હોમ સુરત મોકલી આપવામાં આવ્યો છે. આમ આગળની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500