વલસાડનાં અબ્રામા વિસ્તારમાં આવેલા તડકેશ્વર મંદિર પાસે પાર્ટી પ્લોટમાં આવેલા મંડપનાં સામાનનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોકે મંદિરે દર્શન કરવા આવતા ભક્તોનું ધ્યાન જતા તાત્કાલિક સ્થાનિક લોકો અને ગોડાઉન સંચાલકને જાણ કરતા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ વધુ પ્રસરવા લાગતા વલસાડ ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી. વલસાડ ફાયર વિભગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેકવવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વલસાડ શહેરનાં અબ્રામા વિસ્તારમાં આવેલા તડકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા પાર્ટી પ્લોર્ટમાં મંડપના સામાનના ગોડાઉનમાં ધૂમળો નીકળતા જોઈને મંદિરે દર્શન કરવા જતાં ભક્તોએ તાત્કાલિક સ્થાનિક લોકો અને ગોડાઉન સંચાલકને ઘટનાની જાણ કરી હતી. જોકે સ્થાનિક લોકોએ પાણીનો મારો તેમજ ફાયર એક્સિસ સિલિન્ડર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ વધુ પ્રસરવા લાગતા વલસાડ ફાયર વિભગની ટીમ અને વીજ કંપનીની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ વીજ કંપનીની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાવર સપ્લાય બંધ કરી આગ વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
વલસાડ ફાયર વિભગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંડપના સામાનના ગોડાઉનમાં લાકદાઝ કાપડ અને પ્લાસ્ટિકનો સામાન વધારે માત્રામાં હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આગની ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હોવાથી ગોડાઉન સંચાલક અને ફાયર વિભગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટના શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ગોડાઉન સંચાલક લગાવી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500