વલસાડનાં પારડી નજીક ખડકી હાઈવે ઉપર સેલવાસથી દારૂ ભરીને વલસાડ તરફ જતી કારનો LCBની ટીમે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મહિલા સહિત બે ઇસમોને વિદેશી દારૂનાં જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર ત્રણ ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, પારડીનાં બગવાડા ટોલનાકા હાઈવે ઉપર વલસાડ LCBની ટીમે બાતમીનાં આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાપી તરફથી આવતી કાર નંબર DN/09/Q/6964ને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ કાર ચાલકે પૂરઝડપે હંકારી લઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કર્યો હતો. ત્યારે ખડકી હાઇવે પર ટ્રાફિક હોવાથી દારૂ ભરેલ કાર ફસાઈ ગઈ હતી. બુટલેગરે કારને ટ્રાફિકમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા કાર ડિવાઈડર સાથે અથડાતા કારને નુકસાન પહોંચ્યું હતું. જોકે પોલીસે કોર્ડન કરી કારને ઝડપી પાડી તપાસ કરતા શીટ તથા ડીકીમાં ભરેલ દારૂ-વિસ્કીની કુલ નંગ 354 બોટલો જેની કિંમત રૂપિયા 25,800/- અને મોબાઈલ તેમજ કાર મળી કુલ રૂપિયા 3,35,800/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
તેમજ કાર ચાલક અક્ષય નરેન્દ્રસિંહ ઠાકોર અને બાજુમાં બેસેલ મહિલા દમયંતીબેન પ્રકાશભાઈ રાઠોડ (બંને રહે. વલસાડ) મરલા ખાતે બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે આ દારૂનો જથ્થો સેલવાસ નરોલી ખાતેથી સોનલ યોગેશભાઈ પરમાર નાએ સંજય બારમાંથી કાઉન્ટર પર બેસેલ દોલતભાઈ જેને પુરા નામ થાનની ખબર નથી એ ભરાવી આપેલ અને દારૂનો જથ્થો મંગાવનાર નિકુંજ ઉર્ફે ભૂરીયો પટેલ (રહે.ખેરગામ, નવસારી) સહિત ત્રણ ઇસમોને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. બનાવ અંગે પારડી પોલીસ મથકે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી મહિલા અને ચાલકને ઝડપી પાડી અને અન્ય એક મહિલા સહિત ત્રણ ઈસમોને વોન્ટેડ બતાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500