વલસાડ જિલ્લાનાં ભીલાડ ચેકપોસ્ટ પાસેથી મહારાષ્ટ્રથી સુરત લઈ જવાતો વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે દારૂનાં જથ્થા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી, જયારે 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, વલસાડ LCBની ટીમ ભીલાડ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
તે દરમિયાન, એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર RTO ચેકપોસ્ટ થઈ, સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ભીલાડ આરટીઓ ચેકપોસ્ટ હાઇવે ઉપર વોચ ગોઠવી ઉભી હતી જે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી 260 બોક્સમાંથી 8928 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જોકે LCBની ટીમે દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલક નંદકિશોર રામ ગોપાલ મુનીરામ બિસ્નોઇની અટકાયત કરી હતી અને રૂપિયા 13.74 લાખનો દારૂનો જથ્થો, 10 લાખનું કન્ટેનર અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 23.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂની હેરાફેરીમાં મદદગારી કરનાર દિનેશ માનારામભાઈ બીશ્નોઈ, રવિભાઈ તથા દારૂ મંગાવનાર વિક્રમભાઈને વોન્ટેડ જાહેર કરી, ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500