વલસાડનાં ભીલાડ હાઇવે પર લક્ષ્મી સ્કૂલની ઊભેલી બસમાં કન્ટેનર ચાલકે ટકકર મારતાં બસમાં પાછળ બેઠેલા બે વિદ્યાર્થીઓ નજીવી ઇજા સાથે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી. બનાવની વિગત એવી છે કે, ગુરૂવારે સવારે સરીગામની લક્ષ્મી સ્કૂલની બસ નંબર GJ/15/XX/0301 નરોલી અને અથાલનાં વિદ્યાર્થી ભરી સ્કૂલ તરફ આવી રહી હતી જેને ભીલાડ રેલવે ફાટક પાસે હાઇવે પર વાપીથી મુંબઈ જતા બીજા ટ્રેક પર કોઇ કારપણથી ઉભી રાખી હતી.
તે સમયે મુંબઈથી વાપી તરફ આવતા કન્ટેનર નંબર DN/09/S/9096નાં ચાલક રાકેશ આદુનાથ ઉપાધ્યાય (રહે.રાયગઢ, મહારાષ્ટ્ર)નાંએ પુરઝડપે હંકારી ઉભેલી સ્કૂલ બસને પાછળની ડાબી બાજુએ ટક્કર મારી હતી. જોકે સદનશીબે અકસ્માતમાં બસમાં પાછળ બેસેલા બે વિદ્યાર્થીને નજીવી ઇજા થઇ હતી. ત્યારબાદ શિક્ષિકાએ તમામ વિદ્યાર્થીઓને નીચે ઉતારી અન્ય બસમાં સ્કૂલમાં રવાના કર્યા હતા. બનાવ અંગે સ્કૂલનાં બસ ચાલક ભરત છગનભાઈ દુબળાએ ભીલાડ પોલીસ મથકે કન્ટેનર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application