Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : પિતા પાસે કારની માંગણી કરતા કાર ન મળતા પુત્રને ખોટું લાગતાં ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

  • February 08, 2023 

સેલવાસનાં આમલી વિસ્તારમાં રહેતા અંગ્રેજી માધ્યમની શાળાનાં એક વિદ્યાર્થીએ પિતા પાસે કાર લઇ આપવાની જીદ પકડી હતી. પરંતુ જીદ પુરી ન થતાં વિદ્યાર્થીએ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર, દાનહનાં સેલવાસમાં મેરીગોલ્ડ હોસ્પિટલની સામે પ્રજાપતિની ચાલમાં રહેતા સિદ્ધાર્થ ચંદ્રકાન્ત નિકમ (ઉ.વ.17) જે લાયન્સ ઈંગ્લિશ મિડિયમ શાળામાં ધોરણ-12માં ભણતો હતો અને થોડો જીદી સ્વભાવનો હતો. જોકે આ તરૂણ વિદ્યાર્થીને ફોર વ્હીલર ચલાવવાનો શોખ હોય પિતા સમક્ષ નવી ગાડી લેવા માટે વારંવાર જીદ કરતો હતો.





જયારે આ બાબતે સોમવારે પિતા સાથે ઝગડો પણ કર્યો હતો. જયારે આવા સંજોગો વચ્ચે માતા-પિતા કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગમાં ગયા હતાં તે સમયે એકલતાનો લાભ લઇ પોતાના રૂમમાં જ પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોચી લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application