Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારનેરા અને અતુલમાં વેપારીને માનસિક ત્રાસ અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વ્યાજખોર મહિલા વિરુદ્ધ કાર્યવાહી

  • February 16, 2023 

વલસાડનાં મુકુન્દ ચોકડી પારનેરા અને અતુલમાં રહેતાં ખેતીને લગતી ચીજવસ્તુઓના વેપારીને રૂપિયા 13 લાખ વ્યાજે આપી રૂપિયા 5.64 લાખનુ વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરી વેપારીનાં પરિવારજનોને ભારે માનસિક ત્રાસ અને જાનથી મારી નાંખવાની ધમકીને લઇ વેપારીએ ઘર છોડી પરિવાર સાથે દમણ સ્થાયી થવા મજબુર થવું પડ્યું છે. બનાવ અંગે વેપારીએ વ્યાજે પૈસા ધિરનાર પારનેરાની એક મહિલા સહિત 2 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે.






મળતી માહિતી મુજબ, વલસાડ હાઇવે પર મુકુન્દ ચોકડી પાસે સર્વમ એપા. અને અતુલનાં ઉત્પલનગર ખાતે ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતાં તેમજ હાલે દમણના દુનેઠામાં ડયુન્સ રેસિડન્સીમાં રહેતા રાજ નિલેષકુમાર દેસાઇની ફરિયાદ મુજબ તેઓ એગ્રીકલ્ચર આઇટમોનો વેપાર કરે છે. તેઓ પારનેરા અતુલમાં રહેતા હતા ત્યારે ધંધામાં પૈસાની જરૂરત પડતાં પારનેરા ગામે રહેતી પ્રીતિબેન રાજેશ પટેલ પાસેથી તારીખ 29 સપ્ટેમ્પર 2021નાં રોજ રૂપિયા 3 લાખ, 7 ઓક્ટોબર 2021નાં રોજ રૂપિયા 5 લાખ 3 ટકા અને 3 ફેબ્રુઆરી 2022નાં રોજ રૂપિયા 5 લાખ 4 ટકાના વ્યાજે લીધાં હતા.






તેમજ કુલ રૂપિયા 13 લાખ વ્યાજે પ્રીતિબેનનાં ઘરેથી લીધા હતા. ત્યારે 2021 નવેમ્બર માસ સુધી રાજ દેસાઇએ કુલ રૂપિયા 5.64 લાખ વ્યાજ સમયાંતરે રોકડેથી ચૂકવી દીધું હતું. પરંતું બાદમાં વ્યાજ નહિ ભરાતાં પ્રીતિબેને મોબાઇલ ફોન ઉપર અને ઘરે અવાર-નવાર આવી વ્યાજ તથા મુદ્દલ રકમ માટે ઉઘરાણી કરતી હતી અને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધાકધમકી દાબદબાણ કરતી હતી.





જેથી રાજ દેસાઇએ પોતાનો ફોન બંધ કરી પરિવાર સાથે ઘર છોડીને દમણ રહેવા ચાલ્યા ગયા હતા. વલસાડ રૂરલ પોલીસ મથકમાં ઉપરોક્ત હકીકત સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રીતિ પટેલ અને નિમેષ પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. વલસાડ રૂરલ પોલીસે પ્રીતિબેનની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application