વલસાડનાં પારનેરા ડુંગર ખાતે માતાજીનાં દર્શન કરીને ડુંગરની તળેટીમાં બેસેલ યુવક યુવતીનો ફોટો પાડી મીડિયા કર્મી હોવાનો રોફ જમાવી પ્રેમી યુગલને ધમકાવ્યાં હતા. ત્યારબાદ યુવતીને એસ.પી. કચેરીએ લઈ જવાની જણાવી યુવતી સાથે દુષ્કર્મ આચરી ભાગી ગયેલો આરોપીને 11 માસ બાદ વલસાડ S.O.G.ની ટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે આરોપીનું મેડિકલ અને કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરીને આરોપીના 2 દિવાસનાં રિમાન્ડ મેળવ્યાં હતા. વલસાડ જિલ્લા એસ.પી.ની સૂચના મુજબ વણ ઉકેલાયેલા ગુનાને શોધી કાઢવા સૂચના આપી હતી. વલસાડ S.O.G.ની ટીમ પેટ્રોલિંગમાં હતી.
ત્યારબાદ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે અંદાજે 11 માસ પહેલા વલસાડ તાલુકામાં રહેતી એક યુવતી તેના પ્રેમી સાથે પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા ગઈ હતી. જે બાદ પારનેરા ડુંગરની તળેટીમાં પ્રેમી સાથે બેસી વાતો કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યો ઈસમ પોતે મીડિયા કર્મીનો હોવાનું જણાવી યુવક યુવતીનો ફોટો પાડી ધમકાવવા લાગ્યો હતો. પારનેરાથી યુવક યુવતીને વલસાડ એસ.પી. કચેરીએ લઈ જવા ધમકી આપી હતી. જયારે અજાણ્યા યુવકે યુવતીનાં પ્રેમીને પોતાના બાઈક પાછળ બેસાડી યુવતીને મોપેડ ઉપર તેની પાછળ ડી.એસ.પી. ઓફિસ આવવા જણાવ્યું હતું.
મુકુંદગેટ પાસે અજાણ્યા યુવકે બાઈક અટકાવી યુવતીને થોડે આગળ મોપેડ ઉભી રાખવા જણાવ્યું હતું. અજાણ્યા યુવકે યુવતીના પ્રેમીને ધમકાવી ત્યાંથી મોકલી આપ્યો હતો અને મીડિયાની ઓળખ આપનાર અજાણ્યા યુવકે યુવતી પાસે પહોંચી તેનો મોબાઇલ અને મોપેડની ચાવી લઈ, યુવતીને પોતાની બાઇક ઉપર બેસી જવા જણાવ્યું હતું. જે બાદ નજીકમાં આવેલી જંગલ જાડીમાં લઈ જઈ યુવતી ઉપર દુષ્કર્મ આચરી યુવતીને મોપેડ પાસે મૂકી તેનો ફોન અને મોપેડની ચાવી આપી ફરાર થઈ ગયો હતો.
આ કેસમાં 11 માસ બાદ વલસાડ S.O.G.ની ટીમે બાતમીના આધારે મીડિયા કર્મીની ઓળખ આપી યુવતી ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી પંકજસિંહની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા, તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો. S.O.G.ની ટીમે આરોપીનું મેડિકલ અને કોવિફ ટેસ્ટ કરવી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીના રૂરલ પોલીસે કોર્ટ પાસેથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. પોલીસે રિમાન્ડ દરમ્યાન આરોપીની મામલતદાર ઓળખ પરેડ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500