Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : લાખો રૂપિયાની કોસ્મેટીક ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ

  • January 20, 2023 

ધરમપુરનાં નાનાપોંઢા રોડ ઉપર આવેલ માલનપાડા ખાતે ઓધવરામ એન્ટરપ્રાઇઝ નામની પેઢી અને ગોડાઉનમાં ગત તા.10 જાન્યુઆરી 2023ની રાત્રીએ ચારથી પાંચ ઇસમો મોઢા ઉપર કપડા બાંધી શટરનાં તાળા તોડી અંદર પ્રવેશી ગયા હતા. જ્યાંથી કન્ડીશનર, ક્રીમ, સાબુ, શેમ્પુ વિગેરે મળી કુલ રૂપિયા 9.26 લાખની ચોરી કરવાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.




મળતી માહિતી અનુસાર, ધરમપુર નાનાપોંઢા રોડ ઉપર ઓધવરામ એન્ટરપ્રાઇઝ નામની પેઢી અને ગોડાઉન ધરાવતા રોહીત સુરેશભાઇ ભદ્રાએ ગત તા.11 જાન્યુઆરી 2023એ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવેલ કે, તારીખ 10 તારીખની રાત્રીએ ચારથી પાંચ ઇસમો મોઢા ઉપર રૂમાલ બાંધીને ગોડાઉનનાં શટરનાં તાળો તોડી અંદર પ્રવેશી હિન્દુસ્તાન લીવર કંપનીની જુદી જુદી પ્રોડક્ટ જેમ કે, કન્ડીશનર, શેમ્પુ, ક્રીમ, સાબુ વગેરે મળી કુલ રૂપિયા 9,26,634/-નો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા હતા.




જોકે આરોપી ગોડાઉનની અંદર અને બહાર લગાવેલ CCTV કેમેરા ફેરવ્યા બાદ કોસ્મેટીક સામાનની ચોરી કરી તેને ટ્રકમાં ભરી નાસ્યા હતા. બનાવમાં કોઇ ઓર્ગેનાઇઝ ગેંગની સંડોવણી હોય સુરત રેંજ આઇ.જી. તથા જિલ્લા એસ.પી.ની સુચના મુજબ LCB પી.આઇ. તથા એસ.ઓ.જી. પી.આઇ.નાં માર્ગદર્શન મુજબ LCB પી.એસ.આઇ. નાઓએ અલગ-અલગ ટીમ બનાવી ગુનાની મોડસ ઓપરન્ડી જોતા આ પ્રકારની ચોરીમાં પંચમહાલ જિલ્લાના ગોધરાની જુદી જુદી તાડપત્રી ગેંગના સભ્યો સંડોવાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઇ આવતા ગોધરા ખાતે ફીલ્ડવર્ક દરમિયાન ચોરીમાં વપરાયેલ ટ્રક નંબર GJ/34/T/8395 અમદાવાદ ગોધરા હાઇવેનાં સીમલા વિસ્તારમાં પાર્ક કરેલ હોય રેઇડ કરતા આરોપી મહેબુબ કાળો સીદ્દીકી (રહે.ગોધરા) નાઓને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરાયો હતો.



જ્યારે આ કેસમાં અન્ય ચાર આરોપીના નામ સામે આવ્યા હતા. જોકે આરોપી ઉમર ફારૂક મુસા ચરખા તાડપત્રી ગેંગનો લીડર છે અને આરોપી મહેબપુબ અગાઉ પણ હાઇવે ઉપર પાર્ક કરેલી ટ્રકોમાંથી તથા ગોડાઉનમાંથી સામાન ચોરી કરવાના ગુનામાં વર્ષ-2020માં વાપી ટાઉન પોલીસમાં પકડાઇ ચુક્યો હતો. આમ, પોલીસે આરોપી પાસેથી રૂપિયા 3.70 લાખનો કોસ્મેટીક અને ટ્રક મળી કુલ રૂપિયા 13.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application