Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એક્સપ્રેસ ટ્રેનની ટક્કર લાગતાં યુવકનું ગંભીર ઈજાને કારણે મોત

  • August 28, 2023 

વાપી રેલવે પોલીસનાં હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ નાનુભાઇએ અખબાર યાદીમાં જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટના રોજ વાપી રેલવે સ્ટેશનની ઉત્તરે ડાઉન રેલવે લાઇન ઉપર મુંબઇ સેન્ટ્રલ ન્યુ દિલ્લી તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનની ટક્કર લાગતા યુવકને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલિક 108ને બોલાવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક આશરે 30 વર્ષનો, શરીરે મધ્યમ બાંધાનો, રંગે ઘઉ વર્ણ. ઉંચાઇ 5 ફુટ 5 ઇંચ અને તેના જમણા હાથના કાંડા ઉપર અંગ્રેજીમાં DIPU અને ઓમ ત્રોફાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application