વલસાડનાં પારડી તાલુકાનાં ઓરવાડા ગામનાં મનોજભાઈ નાયકનાં લગ્ન તારીખ 18 માર્ચનાં રોજ યોજાનાર હતા. જોકે આ સમગ્ર પરિવારનાં સભ્યો લગ્નની તૈયારીમાં જોતરાય હતા અને ઘરમાં લગ્નના મંગલ ગીતો ગવાઈ રહ્યા હતા. જોકે ગતરોજ મનોજભાઈ ઉદવાડા ખાતે લગ્નના કામ માટે સામાન લેવા માટે તેમની બાઈક નંબર DN/09/D/7981 ઉપર એકલા ગયો હતો અને ઉદવાડા ખાતે લગ્નના સામાનનો ઓડર આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન પારડી હાઇવે ઉપર પડેલા ખાડામાં બાઈક પડી હતી.
જેને લઈને મનોજભાઈએ બાઈક ઉપરથી બેલેન્સ ખોરવાયું હતું. જેને લઈને પારડી હાઇવે ઉપર યુવક બાઈક ઉપરથી રસ્તા ઉપર પટકાયો હતો. મનોજની બાઈક પાછળ આવતી ટ્રક મનોજ નાયક ઉપરથી પસાર થઈ જતા મનોજ નાયકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનબી જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે મનોજ નાયકના પરિવારના સભ્યોને જાણ થતા પરિવારના સભ્યોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના અંગે પારડી પોલીસની ટીમને જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application