Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દાદરા નગર હવેલીમાં મહિલા ડોક્ટરનાં ક્લિનિકમાં ઘૂસી પિસ્તોલની અણીએ તબીબ સાથે દુષ્કૃત્યનો પ્રયાસ

  • February 14, 2023 

દાદરા નગર હવેલી ખાતે મહિલા ડોક્ટરનાં ક્લિનિકમાં ઘૂસી પિસ્તોલની અણીએ તબીબ સાથે દુષ્કૃત્યનો પ્રયાસનો કિસ્સો બહાર આવતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, સેલવાસનાં સામરવરણી સ્કૂલ ફળીયા મુખ્ય રોડ પર આવેલા એક ક્લિનિકનાં મહિલા તબીબ તેમજ એમની સહાયક શનિવારે સાંજે ક્લિનિકમાં હાજર હતા. તે સમયે એક અજાણ્યો વ્યક્તિ કાળા કલરનાં સ્કૂટર પર સવાર થઈ ક્લિનિકમાં આવ્યો હતો. ડોક્ટર પાસે આવી જણાવવા લાગ્યો કે મને સેક્સને લઈને તકલીફ છે. મહિલા ડોક્ટરને થોડો અંદાજો આવી જતાં તેને દવા લખીને રવાના કર્યો એ સમયે આરોપી સ્ટાફને જણાવ્યું કે તને ડોક્ટર અંદર બોલાવે છે.





જોકે આસિસ્ટન્ટ જેવી ઓપીડીમાં આવે એવી આરોપીએ પોતાના શર્ટના નીચે છૂપાવેલી પિસ્તોલ બહાર કાઢી પિસ્તોલની અણીએ બંને મહિલાઓને બુમાબુમ કરવા ના પાડી સાથે એ ક્લિનિકનો અંદરનો દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ સમયે મોકો મળતા મહિલા તબીબ બહાર દોડી આવી બુમાબુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. આરોપી ક્લિનિકની બહાર આવી સ્કૂટર પર સવાર થઇ સેલવાસ તરફ નાસી છૂટ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ઘટનાની જાણ પોલીસને કરાતા રવિવારે સાંજે પોલીસે ફરિયાદ નોંધી આઈપીસી 342 અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application