Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : દારૂનાં ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં

  • February 02, 2023 

એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાનાં માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એલ.સી.બી. શાખાનાં માણસોને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનનાં પ્રોહી.નાં ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી નામે રોહીત ઉર્ફે ટાલો ગણેશભાઇ ધોળી (રહે.ટંકરવાડા, તા.તલાસરી, જિ.પાલગર, મહારાષ્ટ્ર) નાઓ કઠોદરા ખાતે અમદાવાદ મુંબઈ હાઈવે નંબર-48 ઉપર રોડ મારૂતી સ્વીફટ ગાડી નંબર GJ/05/RM/4865 લઇને ઉભેલ છે. જે ઇસમે શરીરે લીલા કલરનું સફેદનું ટી-શર્ટ તથા બ્લુ કલરનું જીંસ પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે સ્થળ ઉપર જઇ પકડી પાડી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application