Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ હાઈવે ઉપરથી ડમ્પરમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • June 28, 2023 

વલસાડ જિલ્લા એસ.પી.ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એલ.સી.બી.ની ટીમ પ્રોહીબિશનનાં ગુનાઓ અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વલસાડનાં હદ વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ કરતી એલ.સી.બી.ની ટીમને મળેલી બાતમીના આધારે એક ડમ્પર નંબર GJ/06/YY/7592નો ચાલક ડમ્પરના ચેસીસ તથા ફાળકાના વચ્ચેના ભાગે ચોર ખાનામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો છુપાવી સેલવાસથી સુરત તરફ જવાનો હોવાની બાતમી એલ.સી.બી.ની ટીમને મળી હતી. જોકે એલ.સી.બી.ની ટીમ, ડુંગરી નેશનલ હાઇવે ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર બાતમી વાળા ડમ્પરની વોચ ગોઠવી ઉભી હતી.



તે દરમિયાન બાતમીવાળું ડમ્પર આવતા ડમ્પરને અટકાવી ચેક કરતા ડમ્પરના ફાલ્કાના નીચેના ભાગે બનાવેલા ચોરખાનામાંથી 648 બોટલ વિદેશી દારૂનો જથ્થો એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ડમ્પર ચાલક દિનેશ ક્રિષ્નારામ વરસીંગારામ બિસ્નોઈની અટકાયત કરી હતી. ત્યારબાદ પૂછપરછ કરતા દિનેશભાઈના શેઠે તેના માણસ થકી દારૂનો જથ્થો ભરેલું ડમ્પર દિનેશભાઈને આપ્યું હોવાનું અને ડમ્પર સુરત ખાતે દિનેશભાઈના સેઠ રામભાઈને પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું. એલસી.બી.ની ટીમે રૂપિયા 2.26 લાખનો દારૂનો જથ્થો, મોબાઈલ અને ડમ્પર મળી કુલ રૂપિયા 7.31 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ કરી દારૂ ભરાવનાર અને મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે ડુંગરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application