વલસાડનાં ધરમપુર તાલુકામાં એક પરિણીતાનાં પતિના અનૈતિક સંબંધોને લઈને 18 વર્ષથી સાથે રહેતા દંપતીનાં સંબંધોમાં પર સ્ત્રી સાથેનાં પતિનાં આડાસંબંધને લઈને સંબંધોમાં ખટાસ આવી હતી. તેમજ ધરમપુરની પરિણીતાએ મહિલા હેલ્પલાઇન અભયમની ટીમની મદદ માંગી હતી. અભયમની ટીમે દંપતીની મુલાકાત લઈને સમગ્ર વિગતની જાણકારી મેળવી હતી. અભયમની ટીમે કાઉન્સિલિંગ કરીને પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ રાખનાર પતિને કાયદાનું જરૂરી જ્ઞાન આપી કાઉન્સિલિંગ કરી એક સુખી પરિવારમાં આવેલી ખટાસ દૂર કરી વિખેરાતાં પરિવારને બચાવ્યો છે.
બનાવની વિગત એવી છે કે, ધરમપુર તાલુકાનાં છેવાડાનાં એક ગામમાંથી એક પરણિત મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન ટીમને કૉલ કરી પતિના અનૈતિક સંબંધોને કારણે લગ્ન જીવનને તૂટતું બચાવવા માટે વલસાડ અભયમની ટીમની મદદ માંગી હતી. જેથી વલસાડ અભયમની ટીમ તરત જ મહિલાએ જણાવેલા સરનામે પહોંચી હતી. પતિ પત્ની બંનેની પુછપરછમાં જાણવા મળ્યું કે, તેમનો લગ્નવાળો 18 વર્ષનો હતો. હાલમાં બે બાળકો છે. અત્યાર સુધી લગ્ન જીવન સુખરૂપે ચાલતું હતું. છેલ્લા પાંચ છ મહિનામાં લગ્ન જીવનમાં ભંગાણ પડવા લાગ્યું હતું.
થોડાં મહિના પહેલા પતિ નોકરી કરવા જતો હતો ત્યાં તેને અન્ય સ્ત્રી સાથે સંબંધ બંધાતા ઘરે આવી પત્ની અને પરિવારના સભ્યો સાથે નાની નાની બાબતોમાં ઝઘડો કરવા લાગ્યો હતો. જોકે ઝઘડાનું કારણ પૂછે તો અલગ થવાની ધમકી આપતો હતો. પરણિતા અને બાળકો સાથે ગુસ્સાથી વર્તન કરી કોઇ સંબંધ રાખતો ન હતો. બાદમાં તેના અફેરની જાણ થતા પત્નીને થતા પતિને માફ કરી સુધરી જવા માટે વિનંતી કરી હતી પણ પતિ સમજવા માટે રાજી ન થતાં ઘર સંસાર ભંગાણ થવાના આરે હતો. જેથી મુશ્કેલીમાં મુકાયેલી મહિલાએ 181 ટીમની મદદ માંગી હતી.
181 ટીમે પતિનું કાઉન્સિલિંગ કરી પોતાની પત્ની અને બાળકો હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો એ ગુનો છે એમ કહી કાયદાકિય માહિતી આપી સમજાવવાની કોશિશ કરતા તેઓને પોતાની ભૂલનો અહેસાસ થતાં ભૂલ સ્વીકારી હવે પછીથી કોઇપણ સ્ત્રી સાથે સંબંધ ન રાખી અને પોતાની પત્ની તેમજ પરિવાર સાથે સારી રીતે રહેવા માટે ખાતરી આપતા પરણિત મહિલાએ પણ તેમનાં પતિને માફ કરી સારી રીતે રહેવા માટે રાજી થઇ 181 વલસાડ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ મુશ્કેલીમાં મુકાયેલ એક પરણિત મહિલાને 181 અભયમે મદદ કરી એક સરાહનીય કામગીરી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500