વાપીનાં રાતા ખાતે વોલીબોલમાં ઝઘડો થયા બાદ ચાર સગા ભાઇએ એક યુવક પર તાર વીંટાળેલ ડંડા અને સળિયાથી માર મારતા બચાવમાં ગયેલા અન્ય ત્રણ યુવકો ઉપર પણ હુમલો કરી દેતા સારવાર માટે તેઓ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં ચાર સામે ફરિયાદ કરાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીનાં રાતા ખાતે યાદવનગર નારાયણની ચાલીમાં રહેતા રાકેશ ચંદ્રીકા પ્રસાદે શનિવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, શુક્રવારે તેઓ રાતા ગુલાબનગર શ્રી અજીત સેવા ટ્રસ્ટ પાસે ચાલીને જઇ રહ્યા હતા. ત્યારે ત્યાં મિત્ર મહેશનો મોટો ભાઇ બબલુ તેને ઘરે જવા જણાવી રહ્યો હતો. જોકે મહેશ ખુબ જ ગુસ્સામાં હોય ઘરે ન જતા બબલુ ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ શુભમ લોખંડનો સળિયો લઇને મહેશનાં પગનાં ભાગે મારતા તેનો ભાઇ અંકિત અને સચિન લાકડાથી ફરિયાદી અને મહેશને માર મારતા શિવચન સિંહએ ફરિયાદીનાં હાથના ભાગે સળિયાથી મારતા ફ્રેક્ચર થયું હતું. જેમાં પાછળથી અંકિતસિંહએ છોડાવવા આવેલા અનિલ કનૌજીયાને હાથમાં તાર વીંટાળેલ ડંડાથી ગાલના ભાગે માર્યા બાદ ધર્મેન્દ્ર મોર્યાને પણ માથાના ભાગે હુમલો કરતા તમામ ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ નીકળી જતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આરોપી સચિનસિંહ, શુભમસિંહ, શિવચનસિંહ અને અંકિતસિંહ સામે પોલીસમાં ફરિયાદ કરાઇ હતી. જયારે મહેશ અને આરોપીઓ વચ્ચે વોલીબોલ રમવા મુદ્દે બોલાચાલી બાદ આ ઝઘડો થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500