Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામની એક કંપનીમાં કામ કરતી યુવતી સાથે આધેડ વયનાં કામદારે મિત્રતા કેળવી સંબંધ બાંધવા દબાણ કરતા પોલીસ ફરિયાદ કરાઈ

  • July 30, 2023 

વલસાડનાં ઉમરગામ તાલુકાની GIDCમાં આવેલી એક કંપનીમાં કામ કરતી યુવતી સાથે કંપનીમાં સાથે કામ કરતા આધેડ વયના કામદારે મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી અડપલા કર્યા હતા. જોકે, યુવતી કામદારના તાબે થઈ ન હતી અને તેનો વિરોધ કર્યો હતો. ઘણી વખત યુવતીને આધેડ વયના કામદારે કનડગત કરતા યુવતીએ પરિવારજનો અને મિત્રોની જરૂરી માર્ગદર્શન મેળવી કંપનીમાં કામ કરતા સથી કામદાર વિરુદ્ધ શારીરિક અડપલાં અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ઘટના અંગે ભિલાડ પોલીસે યુવતીની ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે.



સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરગામમાં GIDCમાં આવેલી એક કંપનીમાં કામ કરતી યુવતી સાથે કંપનીમાં જ કામ કરતા આધેડ વયના કામદારે કામકાજ દરમ્યાન મિત્રતા કેળવી લીધી હતી. એપ્રિલ માસથી મે માસ સુધી આધેડ વયનો ઈસમ યુવતીને કંપનીના કામકાજ દરમ્યાન કનડગત કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જયારે યુવતીને વારંવાર અડપલાં કરતો રહેતો હતો અને યુવતી આધેડ વયના કામદારની હરકતોનો વિરોધ કરતી રહેતી હતી. યુવતી કામદારની હરકતોથી કંટાળી ચુકી હતી. જેથી યુવતીએ તેના પરિવારના સભ્યો અને અંગત મિત્રો તેમજ અગ્રણીઓ પાસે જરૂરી સલાહ સૂચનો જાણીને ભિલાડ પોલીસ મથકે કંપનીમાં કામ કરતા આધેડ વયના કામદાર વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application