સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપનાં એ.એસ.આઇ. વિક્રમભાઇ મનુભાઇ રાઠોડે શનિવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવેલ કે, ઇમરાન નગર મસ્જીદ સામે અનમોલ ટાવરના શોપ નં.218માં આવેલ એલએન્ડટી ફાયનાન્સની ઓફિસમાં પહોંચી મેનેજર અજય મેવાલાલ પાલને પોલીસની ઓળખ આપી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, ફ્રન્ટ લાઇન ઓફીસર ભાવિક પટેલને લોન લેવાવાળા કસ્ટમરોનો સંપર્ક બે સ્ત્રીઓ કરી આપે છે. ત્યારબાદ પારડી દિપકવાડીમાં રહેતા ભાવિકે પૂછપરછમાં જણાવ્યું કે, પુજા અશોકકુમાર બિશ્નોઇ (રહે.સન સીટી ટાવર, છરવાડા) કોઇ કામ ધંધો કરતી નથી અને લોનના કસ્ટમરો શોધી આપે છે.
પરંતુ મોટા ભાગના કસ્ટમરો પરપ્રાંતિયો હોય જેના કારણે કંપની તેઓની લોન મંજૂર કરતી ન હોવાથી પુજા તેની મિત્ર રૂબીના કમરૂદ્દીન શેખ (રહે.પારડી, ભેંસલપાડા પરીયા રોડ છરવાડા) રમઝાનવાડીમાં આધારકાર્ડ બનાવવાની ઓફિસ ધરાવે છે અને તેની પાસે કસ્ટમરોના ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ બીજા અન્ય ડોક્યુમેન્ટમાં મૂળ વતનના સરનામા તથા નામમાં જરૂરિયાત મુજબની ફેરફાર કરી ખોટી રીતે ડોક્યુમેન્ટ તૈયાર કરી પુજાને વોટ્સએપ કરે છે અને પુજા આવા ડોક્યુમેન્ટ ખોટા હોવા છતાં કસ્ટમરોની લોન ભાવિક ઓનલાઇન સબમીટ કરે છે. ફ્રન્ટલાઇન ઓફિસર ભાવિક પટેલ ખોટા ડોક્યુમેન્ટ ઉપયોગ કરી ખોટી રીતે લોન મંજૂર કરાવતો હોય તેની ધરપકડ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500