વલસાડનાં કપરાડા તાલુકાનાં મોટી વહીયાળ ગામનો સગીર સાથી મિત્રો સાથે બાઇક પર ત્રિપલ સીટ ચિકન લેવા નીકળ્યો હતો ત્યારે ચિવલ ગામે બાઇક સ્લીપ થતાં સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પાછળ બેઠેલા મિત્રો ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ, વલસાડનાં કપરાડા તાલુકાનાં મોટી વહિયાળ ગામે રહેતો 17 વર્ષીય અંકુશ સુખલાભાઈ પાહૂ જેના પિતા હયાત નથી. જોકે આ સગીર ગત તા.28 ફેબ્રુઆરીએ ફળિયાના બે મિત્રો ઇરફાન લલનભાઈ પટારા અને આશિષ સુરેશભાઈ ભાવર સાથે બાઇક નંબર GJ/15/DR/0787 પર ચિકન લેવા અરનાલા ગયો હતો.
જોકે ત્યાંથી પરત ફરતી વેળા ચિવલ ગામે ડુંગરી ફળિયામાં નટુભાઈના ઘર નજીક રોડ અંકુશે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં અંકુશને માથામાં ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર મોત નીપજયું હતું. જ્યારે પાછળ બેઠેલા ઇરફાન અને આશિષને સારવાર માટે ધરમપૂરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માત અંગે અંકુશના મોટાભાઈ અનિલે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application