વલસાડ જિલ્લાનાં કપરાડાનાં એક ગામમાં રહેતી સગીરાને નજીકમાં આવેલા ગામમાં એક મહિલા સાથે લિવ ઈન રીલશનમાં રહેતા અને બે સંતાનોના પિતાએ બીજી પત્ની તરીકે રાખવાની લાલચ આપી હતી. ત્યારબાદ બે સંતાનોના પિતાએ તેના મિત્રની મદદથી 13 દિવસ પહેલા સગીરાનું અપહરણ કરી જઈ તેણીને સેલવાસ ખાતે લઇ ગયો હતો. જ્યાં વાસનાલોલુપ યુવકે સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ કયું હતું. જે બાબતની ફરિયાદ કપરાડા પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કપરાડાનાં સિલધા ગામમાં રહેતો ફિરોજ કાશીરામ તુમડા (ઉ.વ.અંદાજિત 30) એક મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે અને બે સંતાનોનો પિતા છે. ફિરોજ ઇકો કાર ભાડે ચલાવીને ગુજરાન ચલાવે છે. ફિરોજે નજીકમાં આવેલા એક ગામમાં રહેતી અંદાજિત 17 વર્ષીય સગીરાને તેના પ્રેમજાળમાં ફસાવી હતી. ફિરોજે સગીરાને બીજી પત્ની તરીકે રાખવાની ખાતરી આપ્યા બાદ સગીરા જે ગામમાં રહે છે તે ગામમાં રહેતા મિત્ર ઉત્તમ ભવાનભાઈ ભોયના સંપર્ક કર્યો હતો અને તેની બાઈક લઈને આવવા ગત તા.15-06-2024નાં રોજ જણાવતા, ઉત્તમભાઈ તેની બાઈક લઈને પહોંચ્યો હતો.
જે બાદ ફિરોજ સગીરાનો હાથ પકડીને તેના મિત્રની બાઈક પર બેસાડી લીધી હતી. ત્યારબાદ ત્રણેય સેલવાસ વિસ્તારમાં પહોંચ્યા હતા. ફિરોજ સગીરાને સેલવાસ વિસ્તારમાં આવેલા એક રૂમમાં લઇ ગયો હતો જ્યાં ફિરોજે સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. જે બાદ ફિરોજ સગીરાને તેના મિત્રની બાઈક પાર બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં વાસનાલોલુપ ફિરોજે સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ કર્યું હતું. જે બાબતે સગીરાના પિતાને ફિરોજ અને તેના મિત્ર ઉત્તમભ સામે કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બંને નરાધમો સામે બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ ધરમપુર સી.પી.આઈ.એસ.એલ. વસાવાએ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500