Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોરાઈ ફાટક નજીક પાર્ક કરેલ કન્ટેનરમાં અચાનક આગ : ફાયર ફાઈટની 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ

  • February 07, 2023 

વલસાડનાં વાપી હાઇવે ઉપર મોરાઈ ફાટક નજીક સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલી એક કન્ટેનરમાં અચાનક ધૂમળો નીકળતા વાહન ચાલકો ચોકી ઉઠ્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોએ વાપી ફાયર વિભગની ટોમને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ વાપી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક વાપી પાલિકાની 2 ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી ચેક કરતા કન્ટેનરમાં ભરેલા બટેકની વેફર્સના પેકેટોમાં આગ ભભૂકી ઉઠી હતો.






જોકે ફાયર ફાઈટની 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વલસાડ જિલ્લાનાં વાપી હાઇવે ઉપર આવેલ બલિઠા હાઇવે ઉપર રોહતક ફ્રેટ કેરિયર વાપીની ઓફીસ સામે એક કન્ટેનર નંબર GJ/15/AT/5051નાં ચાલકને ઓફિસમાં કામ હોવાથી કન્ટેનર ઓફીસ સામે પાર્ક કરેલી ઉભો રહ્યો હતો.





ત્યારબાદ થોડી વારમાં કન્ટેનરમાંથી ધૂમળો નીકળવા લાગ્યો હતો. જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો તાત્કાલિક એકત્રિત થઈને કન્ટેનરમાં લાગેલી આગ ઉલર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વાપી નગર પાલિકાને GIDCનાં ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી. વાપી ફાયર વિભગની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી 1 કલાકની ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે કન્ટેનરમાં બટેકાની વેફરના પેકેટ ભર્યા હતા અને આગ લાગવાનું કારણ શું હતું તે જાણી શકાયું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application