વલસાડમાં એક બેકરી સંચાલકે બેકરી શરૂ કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લાયસન્સ મેળવવા અરજી રજુ કરી હતી. જોકે બેકરી સંચાલકને લાયસન્સ આપવા તેમજ કોઈપણ જાતનું ચેકીંગ ન કરવા માટે વાર્ષિક હપ્તા પેટે કુલ રૂપિયા 60 હજારની લાંચ માંગી હતી. જયારે બેકરી સંચાલક લાંચ આપવા માંગતો ન હોવાથી ACBમાં ફરિયાદ નોંધાવી હતી. નવસારી ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સનાં લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા કેરી માર્કેટ પાસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
વલસાડ ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સના સિનિયર સેફટી ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસરે લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અને તે કેસમાં ACBની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તે કેસમાં આરોપીએ દિવ્યાંગ બાલકૃષ્ણ બારોટે જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટી.વી.આહુજાએ જામીન અરજી નામંજૂર કરી હતી.
તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભગની દિવ્યાંગ બાલકૃષ્ણ બારોટે વલસાડ ACBની સ્પેશ્યલ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટી.વી.આહુજાએ દિવ્યાંગ બરોટના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500