વલસાડ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં બોગસ ડોકટરો ક્લિનિક શરૂ કરી લોકોની જિંદગી સાથે ચેડા કરતો હોવાની માહિતી મળતા બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરમપુર તાલુકાનાં કંગવી ખાતે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી લોકોની જિંદગી સાથે ચેડા કરતો હોવાની બાતમી D.D.O. મનીષ ગુરવાનીને મળી હતી. જેના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ધરમપુર તાલુકાનાં કંગવીના નિશાળ ફળિયામાં આવેલા કલીનીકમાં જઈ ચેડા કરતો ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં નોંધણી કરાવ્યા વગર એક બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપી પાડ્યો હતો.
જોકે ધરમપુર પોલીસ મથકે બોગસ ડોકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીને એક જાગૃત નાગરિકે બોગસ ડોક્ટર અંગે માહિતી આપતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય શાખાએ તા.17 જુલાઈનાં રોજ બોગસ તબીબ પ્રમોદ સુરતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તા.20 જુલાઈનાં રોજ વધુ એક બોગસ તબીબની માહિતી મળતા ધરમપુર તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર અને પોલીસની ટીમ દ્વારા હનુમતમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારનાં કાંગવી ગામના નિશાળ ફળિયા ખાતે ક્લિનિક ચલાવતા બિશ્વાસ મિથુન રાજેન્દ્રનાથને ત્યાં તપાસ હાથ ધરી હતી.
જેમાં બોગસ તબીબ બિશ્વાસ પાસે કોઈ પણ સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ મળી આવ્યા ન હતા. માન્ય ડિગ્રી વિના પ્રેકટીસ કરતા આ બોગસ ડોકટર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું કે, જિલ્લા પંચાયત તંત્ર આવા બોગસ ડોકટરો સામે નિયમોનુસાર પગલા લેવા મકક્મ છે. આપના વિસ્તારમાં બોગસ ડોકટર પ્રેકટીસ કરતા જણાઈ તો જિલ્લાના કંટ્રોલ રૂમ નં.02632-253381 પર સંપર્ક કરી માહિતી આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500