દમણનાં ડાભેલની મોબાઇલ શોપમાંથી લાખોની કિંમતનાં મોબાઇલ અને એસેસરિઝની ચોરી કરનાર વાપીના યુવકની પોલીસે ધરપકડ કરી હતી. મળતી વિગત અનુસાર, વાપી ચલા મુક્તાનંદ માર્ગ સ્થિત શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા જતીનકુમાર વેદાંતની સોમનાથમાં સેન્ટર પોઇન્ટ બિલ્ડિંગમાં રાઇટ ચોઇસ ટેલીકોમ નામક શોપ આવેલી છે. જોકે ગત તા.19મી સપ્ટેમ્બરની રાત્રીએ તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરીને ઘરે આવ્યા હતા.
ત્યારબાદ રાત્રીનાં સુમારે કોઇ ચોર ઇસમે મોબાઇલ શોપનાં પાછળનાં ભાગનું શટર તોડીને અંદર પ્રવેશીને 34 નંગ મોબાઇલ તથા 8 એસેસરિજ જેની કિંમત રૂપિયા 4.70 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે દુકાનના માલિક જતિન વેદાંતે નાનીદમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જોકે ફરિયાદનાં આધારે દમણ પોલીસે CCTVનાં ફૂટેજ અને સર્વેલન્સ ટીમની મદદથી ડાભેલનાં આટિયાવાડમાં રહેતો આમિર હકીક કુરેશીની ગત તા.18નાં રોજ ધરપકડ કરી હતી. આમ પોલીસે આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ અને એક મોપેડ કબજે લીધું હતું અને આરોપીને કોર્ટમાં રજૂ કરી તા.20મી ઓક્ટોબર સુધીનાં રિમાન્ડ લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500