પારડી તાલુકાનાં ઓરવાડ ગામે ફાલકો ઉતારવા જતા વીજ કરંટ લાગવાથી શ્રમિકનું મોત નીપજ્યુ હતું. બનાવની વિગત એવી છે કે, પારડીનાં સુખેશ ગામે વાણીયા ફળિયામાં રહેતા અને સેન્ટીંગનું કામ કરતા ગિરીશ નશવંતભાઈ પટેલ (ઉ.વ.47) જે શુક્રવારે ઓરવાડ ગામે નીલકંઠ નગરમાં કંમ્પાઉન્ડ દિવાલનું કામ કરવા માટે આવ્યા હતા.
તેમજ કામ પૂર્ણ કરી તેઓ દિવાલ ઉપર ચઢી ફાલકો ઉતારી રહ્યા હતા ત્યારે નજીકથી પસાર થતી વીજ લાઈનનાં તારમાં ગીરીશભાઈનો હાથ અડી જતા જોરદાર ઝટકા સાથે વીજ કરંટ લાગવા સાથે તેઓ 7 ફૂટ ઉંચેથી નીચે પટકાયા હતા. જોકે તેમને તાત્કાલિક સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ સારવાર પહેલા ગીરીશભાઇનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પારડી પોલીસને કરાતા પોલીસે તાત્કાલિક મૃતદેહનો કબ્જો લઈ પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application