વાપી જીઆઇડીસી ફર્સ્ટ ફેસ સ્થિત એક કંપનીમાં મશીનરી મેઇન્ટેનન્સનું કામ કરતા દરમિયાન એક કામદાર 20 ફૂટ નીચે પટકાયો હતો. જેને હોસ્પિટલમાં લઇ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, વાપીનાં છીરી ખાતે રણછોડનગર સ્થિત શ્રીચંદા રેસીડેન્સીમાં રહેતા અને જીઆઇડીસી ફર્સ્ટ ફેસ પ્લોટ નં.45-46 ખાતે રવેશીયા પીગમેન્ટ લીમીટેડ કંપનીમાં મશીનની રિપેરિંગનું કામ કરતા મન્ટુકુમાર જયનાથ મહતોએ પોલીસને જાણ કરી હતી કે, તારીખ 15નાં રોજ કંપનીમાં રજા હોવાથી મેઇન્ટેનન્સનું કામ ચાલતું હતું.
તે સમતે હેલ્પર સુરેન્દ્ર માલાકર અને ભગવાન પંડિતને કામ અર્થે બોલાવાયા હતા. જોકે સાંજે ચાર વાગે બંને હેલ્પર પાણી પીવા માટે પહેલા માળથી નીચે ઉતર્યા હતા અને થોડી વાર બાદ પંડિત ઉપર આવી ગયો હતો જ્યારે સુરેન્દ્ર ઉપર આવી મશીન પાસે આવવાનું હોય તેની જગ્યાએ કોઇ કામ માટે જવાનું ન હોય તે જગ્યા પરથી આવતા નીચેથી ઉપર પાઉડર ઉડે નહીં તે માટે લગાવેલા પજારી ઉપર ચઢી જતા તે તૂટવાથી સુરેન્દ્ર 20 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો.
તેમજ નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500