Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બે બાઈક વચ્ચેની ટક્કરમાં મહિલાનું મોત, પોલીસે બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો

  • January 05, 2023 

વલસાડનાં ડીમાર્ટ નજીક પેટ્રોલ પંપ સામેની ગલીમાંથી એક બાઇક ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી મેઇન રોડ પરથી પસાર થઇ રહેલા એક દંપતિની બાઇકને ટક્કર મારતા ગંભીર ઇજા પામેલા પત્નીનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, વલસાડનાં ટીવી રીલે કેન્દ્ર પાસે આરપીએફ ગ્રાઉન્ડ પાછળ પ્રિયાદર્શન બંગલોમાં રહેતા 62 વર્ષીય SBI બેંકનાં નિવૃત્ત અધિકારી ઠાકોરભાઇ ઝીણાભાઇ પટેલ તેમની બિનવાડા ખાતેની વાડીની સફાઇ કરવા માટે સવારે 10 વાગ્યે પોતાની પત્ની દક્ષાબેન સાથે બાઇક પર નીકળ્યા હતા.




તે દરમિયાન વશીયર પાસે ડી માર્ટ નજીક નાયરા પેટ્રોલ પંપ સામેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પંપની સામેના રોડ ઉપર ડાબી બાજૂએથી એક ગલીમાંથી બે છોકરા બાઇક લઇને પુરપાટ ઝડપે અતુલ વલસાડ મેઇન રોડ પર નિકળી આવી દંપતિની બાઇકને જોરદાર ટક્કર મારતા બંન્નેને રોડ પર પટકી દીધાં હતા. જેના કારણે ઠાકોરભાઇને આંગળીમાં ઇજા પહોંચી હતી, જ્યારે તેમના પત્ની દક્ષાબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા નાકમાંથી લોહિ નિકળવા માડ્યું હતું.જેને લઇ કોઇકે ઠાકોરભાઇના મોબાઇલ ફોન પરથી 108ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. જ્યાંથી બેભાન હાલતમાં દક્ષાબેનને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ ડોકટરે ચેક કરી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઠાકોરભાઇએ અજાણ્યા બે છોકરા વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application