Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : મહિલા કોન્ટેબલનું દરિયામાં ડૂબી જતાં મોત, પોલીસ તપાસ શરૂ

  • September 06, 2022 

વલસાડ સીટી પોલીસ મથકે મહિલા કોસ્ટબલ તરીકે ફરજ બજાવતી મહિલા કોન્ટેબલનું રાતે તિથલનાં દરિયામાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. જોકે આ ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ સીટી પોલીસ મથકે પૂજાબેન થોડા સમય પહેલા પોલીસ વિભાગમાં જોડાઈ હતી. જોકે ગતરોજ રાત્રે વલસાડનાં તિથલ બીચ ખાતે ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું જયારે વલસાડ સીટી પોલીસની ટીમને જાણ થતાં તાત્કાલિક વલસાડનાં તિથલ બીચ ખાતે પહોંચી દરિયામાં ડૂબી ગયેલી પૂજબેનની લાશનો કબ્જો મેળવ્યો હતો અને તિથલ બીચથી લાશનો કબ્જો મેળવી મહિલા WLRPCએ ક્યાં આપઘાત કર્યો કે અકસ્માત છે તે જાણવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે પોલીસે પૂજાની લાશનો કબ્જો મેળવી લાશને પીએમ માટે મોકલાવી કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application